👉 ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
સમાજ એ વ્યક્તિઓનો બનેલો છે અને તે વ્યક્તિ સમાજમાં રહે છે તેના પર તેની સંસ્કૃતિની અસર થતી જોવા મળે છે, આ સમાજ અને વ્યક્તિ બને એકમેકના પૂરક બનીને રહે છે સામજિક જીવનની જો વાત કરીએ તો મને ગુજરાતીના લેખક માય ડિયર જયુની વાર્તાનું એક વિધાન યાદ આવે કે * 'જ્યાં સુધી વ્યક્તિને પોતાને ઊંડો આઘાતનો અનુભવ ન થાય ત્યાં સુધી તે બીજાની તકલીફ સમજી શકતો નથી' આ વાક્ય જ માનવીના મનમાં ચાલતા વિવિધ વિચારો અને વર્તન માટે જવાબદાર છે. એટલે તો કહેવાય છે કે બીજાની પીડા તો શું આપણે જાણીએ એ પીડા આપણી ઉપર વીતે ત્યારે આપણને પીડાની માહિતી મળે છે. સૌમ્ય જોશીનો એક શેર યાદ આવે કે
"શું કરું , ક્યાંથી ઉકેલું , કેવો આ સંબધ છે ;
કે તું લખે છે બ્રેઇલમાં ને હાથ મારો અંધ છે.."
આ શેર કેટલું બધું કહી જાય છે ટૂંકમાં હું એમ જરૂર કહી શકું કે સાહિત્ય અને સમાજ નો સંબધ જો બતાવવો હોય તો આ પંક્તિ ઘણું કહી જાય છે. આ ઉપરાંત કવિ એટલે માત્ર સંવેદનનો સરવાળો જ નહીં પણ કવિ એટલે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એની વાત સાહિત્યમાં છે અને સાહિત્ય એ જ સમાજનું દર્પણ છે...
સમાજઘડતરમાં સાહિત્યનો ફાળો ઘણો મોટો છે. સાહિત્ય થકી સમગ્ર માનવજાતને દોરવણી મળી છે, પ્રેરણા મળી છે એને જીવન જીવવા માટેના નવા રસ્તાઓ દેખાયા છે. સાહિત્યે ક્રાંતિનું વાતાવરણ પણ ખડું કર્યું છે ‘લલિતાદુ:ખદર્શક’ની વ્યક્તિગત ક્રાંતિથી લઈ ફ્રાંસની ક્રાંતિમાં જે કૃતિનો અમૂલ્ય ફાળો છે તે વિક્ટર હ્યુગોની કૃતિ ‘લા મિઝરેબલ’. સમાજ જીવનમાં અનેક કૃતિઓએ એવી અસર કરી છે કે લોકોના જીવન બદલાઈ ગયા છે. સાહિત્યનું કામ વ્યાપક રીતે સંવેદનાઓ પારખીને માનવતાનો મહિમા કરવાનું છે.
સાહિત્યનું પરમ અને ચરમ પ્રયોજન આનંદ લેખવામાં આવ્યું છે. આનંદ આપવાનું મુખ્ય પ્રયોજન હોવા છતાં એનાથી આગળ વધીને સાહિત્યે સમાજને ઘડવાનું કાર્ય પણ કર્યું છે. સાહિત્યકારોનું કર્તવ્ય નક્કી કરવાની મીમાંસામાંથી આપણે ત્યાં ‘કલા ખાતર કલા’ અને ‘જીવન ખાતર કલા’ એવા મતો પ્રગટ્યા છે. બંને મતોની પોતપોતાની સ્વતંત્ર વિચારધારા છે. આ બંને વિચારોની વચ્ચે જ્યારે તટસ્થતાથી વિચાર કરીએ છીએ ત્યારે એટલું સમજાય છે કે સાહિત્ય અને સમાજ એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલાં છે. સાહિત્યકાર જે સામગ્રીનો ઉપયોગ કરે છે એ મેળવે છે સમાજમાંથી. સમાજનું સત્ય સાહિત્યકારની કલમે ‘સવાયું સત્ય’ બનીને આવે છે ત્યારે પણ એમાંથી સમાજને વિશિષ્ટ દર્શન લાધે છે. સાચો સર્જક સમાજને છેહ નથી દેતો એ તો સમાજને સાથે લઈને ચાલે છે. સાહિત્યનો સમાજ સાથેનો સંબંધ હંમેશા રહ્યો છે. સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ દરેક યુગમાં ઓછાવત્તા પ્રમાણમાં પડ્યું છે...
(ગુજરાતી: ગુજરાતી સાહિત્ય) 1000 એ.ડી. માં શોધી શકાય છે, અને આ સાહિત્ય તે સમયથી આજ સુધી વિકસ્યું છે. શાસક રાજવંશના લગભગ કોઈ ઉત્તેજન ન હોવાને કારણે તે અનન્ય છે, તેના સંગીતકારો સિવાય.
ગુજરાત વિધાનસભા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપતી ગુજરાત આધારિત સાહિત્યિક સંસ્થાઓ છે.
ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં અને વસતા ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય. ગુજરાતી ભાષાનો ઈતિહાસ આશરે ઈ.સ. ૧૦૦૦ની સાલ સુધી આંકી શકાય છે. ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી. તેની ખાસિયત એ છે કે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો.
ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ, ચાલુક્ય વંશ (સોલંકી વંશ) અને વાઘેલા રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે ૧૧મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક્રમે તે સાહિત્ય મુખ્ય ધારામાં આવ્યું અને સમગ્ર ગુજરાતની પ્રજામાં સ્વીકૃતિ પામ્યું તથા લોકપ્રિય બન્યું.
કાળક્રમે ગુજરાતી સાહિત્યમાં સર્જનો અને સાહિત્યપ્રકારોને લગતા સામાન્ય નિયમો ઘડાતા ગયા અને સર્જન થતુ ગયું. આજની તારીખમાં સ્થાપિત સાહિત્યનો ગુજરાત વિદ્યા સભા, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પ્રચાર પ્રસાર થાય છે...
📌 ઈતિહાસ
કોઈપણ સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે શાસકોની નીતિ, લોકોની રહેણીકરણીની શૈલી અને સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ મહત્ત્વનો છે. બોલાતી ભાષા અને તેના પરથી રચાતા સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવતું હોય છે. ગુજરાત અને સમગ્ર ઉત્તર ભારતમાં આશરે હજાર વર્ષ પહેલાં અપભ્રંશ ભાષાની વિવિધ બોલીઓ પ્રચલિત હતી. તે મૂળ પ્રાકૃત ભાષાનું સામાન્ય લોકો દ્વારા બોલવામાં વપરાતું રુપ હતું. લોકબોલી અને સ્થાપિત સાહિત્યની ભાષામાં થતા ફેરફારમાં સમયગાળાનું અંતર હોય છે. તેને ધ્યાનમાં લેતાં આશરે ઈ.સ. ૭૦૦ની આસપાસ લોકબોલી અપભ્રંશથી પ્રાથમિક ગુજરાતી તરફ આવી હતી. જ્યારે સાહિત્યને ત્યાં સુધી પહોંચતા આશરે બસો વર્ષ જેટલો સમય લાગ્યો.
📌 ગુજરાતી સાહિત્ય
👉પ્રાચીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ સુધી)
પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
રાસ યુગ
👉મધ્યકાલીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ – ઇ.સ. ૧૮૫૦)
નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
ભક્તિ યુગ
સગુણ ભક્તિ યુગ
નિર્ગુણ ભક્તિ યુગ
👉અર્વાચીન સાહિત્ય (ઇ.સ. ૧૮૫૦થી હાલ સુધી)
સુધારક યુગ અથવા નર્મદ યુગ (ઇ.સ. ૧૮૫૦-૧૮૮૫)
પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (ઇ.સ. ૧૮૮૫–૧૯૧૫)
ગાંધી યુગ (ઇ.સ. ૧૯૧૫–૧૯૪૫)
અનુ-ગાંધી યુગ (ઇ.સ. ૧૯૪૦-૧૯૫૫)
આધુનિક યુગ (ઇ.સ. ૧૯૫૫-૧૯૮૫)
અનુ-આધુનિક યુગ (ઇ.સ. ૧૯૮૫ – હાલ સુધી)
ગુજરાતી સાહિત્યને મુખ્યત્ત્વે બે વિસ્તૃત શ્રેણીઓમાં વહેચવામાં આવે છે જે ગદ્ય અને પદ્ય છે. જેમાં પદ્યનો ઈતિહાસ આશરે ૬ઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચૂકાદાઓ માટેનું મધ્યકાલીન ભારતમાં માધ્યમ હતું. તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મુખ્યત્ત્વે ત્રણ વિભાગમાં વહેચાયેલ છે; પ્રાચીન (ઈ.સ. ૧૪૫૦ સુધી), મધ્યકાલીન (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) અને અર્વાચીન (ઈ.સ. ૧૮૫૦ પછીનો). જોકે ગુજરાતી સાહિત્યનો જે ગુજરાતી સંસ્કૃતિ પરનો મહત્તમ પ્રભાવ છે તે મુઝ્ઝફર વંશના સમયમાં થયો એમ માનવામાં આવે છે.
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને પ્રાગ નરસિંહ અને અનુ નરસિંહ એમ સમયકાળમાં વહેંચવામાં આવ્યું છે. કેટલાક નિષ્ણાતો આ સમયગાળાને રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગમાં પણ વહેચે છે. આધુનિક સાહિત્યને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુ ગાંધી યુગ, આધુનિક યુગ અને અનુ આધુનિક યુગમાં વહેચવામાં આવે છે. આ યુગો સમયકાળ અનુસાર વહેચવામાં આવ્યા છે પરંતુ યુગની શરુઆત અને અંત જે તે વર્ષથી જ થાય છે એવું ન ધારી શકાય. દરેક યુગના આગમન અને અંત આગામી અને પુરોગામી યુગ સાથે કેટલોક સમયકાળ સુધી સહાસ્તિત્વ ધરાવે છે...
📌 પ્રાચીન સાહિત્ય
👉પ્રાગ નરસિંહ યુગ (ઈ.સ. ૧૦૦૦ થી ૧૪૫૦)
સિદ્ધહેમશબ્દાનુશાસનમાં મુનિઓ દ્વારા અપાતી સૂચના
જૈન સાધુ અને વિદ્વાન હેમચંદ્રાચાર્યસુરિ એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વ્યાકરણના શરુઆતના નિષ્ણાતોમાંના એક હતા. અણહિલવાડ પાટણના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના કાળમાં તેમણે ગુજરાતી ભાષાના પાયાના સિદ્ધાંતો ગણાતા વ્યાકરણના નિયમોનું સર્જન કર્યું. આ નિયમોએ સંસ્કૃત અને અર્ધમાગધીના વિકૃત સ્વરુપમાંથી ગુજરાતી ભાષાના અપ્રભંશ વ્યાકરણનો પાયો રચ્યો. તેમણે પદ્ય માટે કાવ્યાનુશાસન, પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણ માટે સિદ્ધહૈમ શબ્દાનુશાસન અને સ્થાનિક ઉદ્ભવ ધરાવતા શબ્દો માટે દેશીનામમાલા નામના પુસ્તકો લખ્યાં.
ઈતિહાસકારો અને સંશોધકો સર્વાનુમતે એમ માને છે કે ગુજરાતી સાહિત્યમાં શરુઆતનું સર્જન જૈન લેખકો દ્વારા કરવામાં આવ્યું. તે રાસ, ફાગુ અને વિલાસના સ્વરુપમાં લાંબા પદ્યલેખો તરીકે હતું જેમાં શૌર્ય, શૃંગાર અને કુદરતના વિષયો કેન્દ્રમાં હતા.
👉 શાલિભદ્રસુરિનું ભરતેશ્વર બાહુબલિ રાસ (ઈ.સ. ૧૧૮૫),
👉 વિજયસેનનું રેવંતગિરિ રાસ (ઈ.સ. ૧૨૩૫),
👉 અંબાદેવનું સમરારાસ (ઈ.સ. ૧૩૧૫) અને વિનયપ્રભાનું ગૌતમ
👉 સ્વામિરાસ (ઈ.સ. ૧૩૫૬) એ આ પ્રકારના સાહિત્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ, જૈન સાધુઓએ બસો વર્ષના સમયગાળામાં સેંકડો રાસ અથવા રાસાઓનું સર્જન કરેલું છે. રાસાઓમાં મુખ્ય વિષયો પ્રકૃતિવર્ણન, શૃંગારરસિક ઋતુચિત્રો, જૈન આચાર્યો અને તીર્થંકરો, ઐતિહાસિક પાત્રોનાં ચરિત્રો હતા. રાસાઓનો મોટો સંગ્રહ આજની તારીખમાં જૈન ભંડારોમાં પાટણ, જેસલમેર, અમદાવાદ અને ખંભાત ખાતે હસ્તલિખિત સ્વરુપમાં ઉપલબ્ધ છે.
ફાગુ એ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વસંતના સમયનું ચિત્રણ કરતું પદ્ય સાહિત્ય છે. તે જૈન સાધુઓની રચનાઓનો જ ભાગ છે પરંતુ તેમાં ધર્મને કેન્દ્રમાં નથી રખાયો. રાજશેખરનું નેમિનાથ ફાગુ (ઈ.સ. ૧૩૪૪) અને અજ્ઞાત સર્જકનું વસંત વિલાસ (ઈ.સ. ૧૩૫૦) આ પ્રકારના શ્રેષ્ઠ ઉદાહરણ છે. વસંત વિલાસ ચોર્યાસી કડી ધરાવે છે અને આ જ પ્રકારની શૈલી ધરાવતી ફાગુ નામની રચના છે. આમ, બંને સર્જનોની મળતી આવતી શૈલીને કારણે તે એક જ સર્જકનું કાર્ય હોવાની સંભાવના છે.
જૈનેત્તર કવિઓમાં અસાઇત ઠાકર સર્વોપરી સર્જક માનવામાં આવે છે. તેની મુખ્ય રચના ભવાઈ છે અને આશરે ૩૬૦ વેશોનું સર્જન કર્યું છે. તેને નાટ્યશાસ્ત્રને ગુજરાતી સાહિત્યમાં લાવવાનું શ્રેય અપાય છે. પ્રબંધન કાવ્યો જેમાં
👉શ્રીધરનું રણમલ્લ છંદ (ઈ.સ. ૧૩૯૮), મેરુતુંગનું પ્રબંધચિંતામણિ,
👉પદ્મનાભનું કાન્હડદે પ્રબંધ (ઈ.સ. ૧૪૫૬) અને
👉ભીમનું સદયવત્સચરિત (ઈ.સ. ૧૪૧૦) મુખ્ય છે. સંદેશકરાશના સર્જક અબ્દુર રહેમાનને ગુજરાતી સાહિત્યના પ્રથમ મુસ્લિમ સર્જક ગણવામાં આવે છે. બારમાસી પ્રકારના પદ્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ વિનયચંદ્રનું નેમિનાથ ચતુષ્પાદિકા (ઈ.સ. ૧૧૪૦) છે.
આ યુગમાં કેટલાક ગદ્યરચનાનું પણ સર્જન કરાયેલ છે. આ સર્જનોમાં મુખ્ય વિષયો વ્યાકરણ, ભાષ્ય અને ધર્મ હતા. તેમાં તરુણપ્રભસૂરિનું બાલવબોધ (ઈ.સ. ૧૩૫૫) એ સૌથી પ્રાચીન ઉદાહરણ માનવામાં આવે છે જેમાં ધર્મોપદેશને કેન્દ્રિય વિષય રખાયો છે.
માણિક્યસુંદરનું ધાર્મિક શૃંગારને વિષય રાખીને કરાયેલ ગદ્યસર્જન પૃથ્વીચંદ્ર ચરિત પ્રાચીન ગુજરાતીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેની શૈલી બાણભટ્ટના કાદંબરીને મળતી આવે છે. તે સિવાય સોમસુંદર (૧૩૭૪) અને મુગ્ધાવબોધ ઔક્તિક (૧૩૯૪) નોંધપાત્ર સર્જનો છે.
અમદાવાદ અને ખંભાતમાં ફલિત થયેલા વાણિજ્ય અને વ્યાપારને કારણે મનોરંજનની પ્રવૃત્તિની શરુઆત આ કેન્દ્રોમાં થઈ અને જૈન સાધુઓ, વાર્તાકારો, ભવાઈ અને કઠપૂતળીના ખેલોને કારણે સાહિત્યને નવું બળ મળ્યું.
©️®️🎯 Writer : Prof.Dr.Vaibhavi Trivedi
🎯 Matusri Shantaben arts College
👉 Image courtesy : Google
👉 Notice📖
The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language.....
No comments:
Post a Comment