"ધર્મ અને વિજ્ઞાન' એટલે પૃથ્વીથી લઈને પરમેશ્વર સુધીનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું."
પ્રગતિની ઇચ્છામાં આ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વધતા જતા યુગમાં જ્યારે કોમ્પ્યુટર, કૃત્રિમ ઉપગ્રહો અને દૂરસંચારની ક્રાંતિએ વિશ્વને એક ગ્લોબલ ગ્રામ બનાવી દીધું છે, ત્યારે ધર્મના નામ ઉપર, ધર્મનો રસ્તો લઈને, જન્મકુંડળી, હસ્તરેખા, જ્યોતિષ, ફળાદેશ, ભૂતપ્રેત, નાત-જાતની શ્રેષ્ઠતા, છૂતાછૂતની જાળને હિંદ મહાસાગરમાં ડૂબાડી દેવી જોઈએ.
ધર્મ અને કર્તવ્ય એ કર્મોનું નામ છે. જેના પર ચાલીને વ્યક્તિ આ સંસારમાં બધા પ્રકારની ભૌતિક પ્રગતિ કરી શકે છે. પરલોક સુધારવાનો મતલબ એ છે કે વ્યક્તિને દુનિયાના કારણોની જાણકારી થાય અને ઈશ્વર સાક્ષાત્કાર કરવાથી જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય.
ભૌતિક પ્રગતિ વગર, વિજ્ઞાન અને ટેકનોલોજી વગર આ કોણ કરી શકે !? આ પ્રગતિપથના સૂત્રમાં પરલોકની વાત એટલે થઈ શકે છે કે મનુષ્ય ભૌતિક પ્રગતિના નશામાં બીજાનો ખોરાક પડાવી શકે છે. તે વ્યક્તિ પછી ભલે તે સિકંદરની જેમ વિશ્વ વિજયનું સ્વપ્ન લઈને ચાલનાર રાજા હોય અથવા દુનિયાની ધનદોલત ભેગી કરનાર મહમૂદ ગઝનવી હોય, બીજાને દુઃખી કરીને જેણે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી હોય, તે ધર્મના રસ્તેથી, સચ્ચાઈના રસ્તેથી ભટકી જ ગયો હોય છે...
વેદ પુરાણમાં ધર્મના દસ લક્ષણો બતાવ્યા છે. હમેશાં ધૈર્ય રાખવું, નિંદા સ્તુતિ, માન-અપમાન, નુકશાન-લાભ, અન્ય દુઃખોમાં પણ સહનશીલ રહેવું, મનને કાયમ અધર્મથી રોકીને ધર્મમાં પ્રવૃત રાખવું, ચોરી ત્યાગ, અંદર-બહારની પવિત્રતા, બુધ્ધિને વધારવી પૃથ્વીથી લઈ પરમેશ્વર સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું, ક્રોધ ન કરવો.. આ ધર્મના લક્ષણોમાં કોઈ કર્મકાંડ નથી, કોઈ પૂજા અર્ચના નથી, એ માણસના સારા આચરણનો, સામાજિક સુરક્ષાનો નિયમ છે...
વિદ્યા અને જ્ઞાન-વિજ્ઞાન, ટેકનિકલ શિક્ષણ, કોમ્પ્યૂટર વિગેરે વિગેરે બધું જાણવું જરૂરી છે. ભારતીય ઈતિહાસના કેટલાક નાયક મહાપુરુષો આ સમયના ઉચ્ચ વિજ્ઞાનવેતા હોવાના પ્રમાણ છે. રામ-રાવણના જમાનામાં પુષ્પક વિમાન, સુષેણ જેવા વૈધ, જાબૂંવંત જેવા એન્જિનિયર જેણે સમુદ્ર પર પુલ બાંધ્યો વિગેરે....
મધ્ય એશિયામાં મધ્યકાળમાં આબરૂની અને લુકમાન જેવા લોકો વૈજ્ઞાનિક પણ હતા અને સાથે સાથે દાર્શનિક પણ.. તે રીતે આપણાં દેશમાં આર્યભટ્ટ, વરાહમિહિર, ચરક, ભાસ્કરાચાયૅૅ, ભારદ્વાજ જેવા ધર્માચાર્યો મોટા વૈજ્ઞાનિકો હતા. આપણાં ઈતિહાસને સમજ્યા વગર કાલ્પનિક કહેવો તે બુદ્ધિમાની તો નથી જ...
વિજ્ઞાન અને ટેકનોલોજી વિના ધર્મના યથાર્થ સ્વરુપને આપણે કદાચ જાણીતો શકીએ છીએ પરંતુ તેને ધરતી ઉપર ઉતારી નથી શકતા. ગ્રેહામબેલે ટેલિફોનની શોધ ખુદા અને કુદરતનો અવાજ સંભળાવા માટે કરી હતી, પરંતુ આજે ટેલિફોન તો ભૂતકાળ બની ગયો અને સ્માર્ટફોને આખી પૃથ્વીને જોડીને એક કરી દીધી છે. આધુનિક વિજ્ઞાનની પહેલા દુનિયાના કેટલાક ધર્મો સ્ત્રીને નિર્જીવ આદમના હાડકાથી બનેલી માનતા હતા. પણ!! વિજ્ઞાન અને ટેકનોલોજીએ સાબિત કરી દીધી gender equality...
સ્ત્રી બુદ્ધિચાતુર્યમાં, સૌદર્યમાં, મમતા અને ત્યાગમાં પુરુષની પાછળ નથી. ધર્મએ ભૂખને પરિભાષિત કરી પણ વિજ્ઞાન અને ટેકનોલોજીએ ભૂખ મટાડવા માટે નવા નવા બીજ, ખાતર, મશીનરી, જંતુનાશક દવાઓની શોધ કરી... દૂધમાં પાણી ભેળવવું પાપ છે પણ કેટલું પાણી ઉમેરાયું તે લેક્ટોમીટર દ્વારા જાણી શકાય છે. તમામ ધર્મો અને સંપ્રદાયોએ ખોટું બોલવાનો તિરસ્કાર કર્યો પણ!! કઈ વ્યક્તિ કેટલું સાચું-ખોટું બોલી રહી છે, તેની જાણ વિજ્ઞાન દ્વારા polygraphની મદદથી થઈ શકે છે. આજના મેનેજમેન્ટ વ્યવસાયમાં સફળ થવાનું નવું સૂત્ર વિજ્ઞાને આપ્યું છે તે, "Walk around" અર્થાત્ બહાર ચારે તરફ ઘૂમો, ફરો, તે જ પ્રગતિ તરફ લઈ જાય છે....
©️®️🎯 Writer : Prof.Dr.Vaibhavi Trivedi
🎯 Matusri Shantaben arts College
👉 Image courtesy : Google
👉 Notice📖
The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language.....
No comments:
Post a Comment