expr:class='"loading" + data:blog.mobileClass'>

Ads

Wednesday, 15 May 2019

માતૃદિવસ નાં વધામણાં

Writer : Pro.Dr. V.K.Trivedi


                                      

મારી માતા બા કહેતી.
હું મમ્મી કહેતી.
મારો પુત્ર મમ્મા કહે છે...

માઁ, મધર, આઇ, અમ્મી ઉપરાંત જૂદી જૂદી ભાષામાં પણ કેટલાંક સંબોધન છે- જે પ્રદેશ વિશેષ અને પરિવાર વિશેષે સ્વીકાર્યાં હોય છે....

આજે મધર્સ ડે, નાં દિવસે બધા પોતાની માતા માટે  વ્હાલ વ્યક્ત કરે છે. અને કરવો જ જોઈએ. માઁ નાં તોલે ક્યારેય કોઈ આવી શક્યું છે !!!

કાલે કેટલાંક વળી “ અવળવાણી “ ય ઓચરશે. ફિલોસોફી ઠાલવશે. વાસ્તવિકતાની દૂહાઇ દઇને વૃધ્ધાશ્રમ યાદ કરાવશે...

કેટલાકની દ્રષ્ટિનો લેન્સ સંસારની વિરુપતા પર જ અટકેલો હોય છે. તો વળી કેટલાક માતાપિતાના સ્વભાવનો વાંક કાઢતા ફરે છે.....
પણ આવા દિવસ - વિશેષ હોય છે જ લાગણીને વાચા આપવા. વ્હાલ વ્યક્ત કરવા. સ્મૃતિ તાજી કરવા. મનોમન પશ્ચાતાપ કરવા. કછોરુ હોઇએ તો માફી માંગવા. કમાવતર હોવાનું માનતા હોઇએ તોય માફ કરી દેવા. કારણકે માબાપ બદલી શકાતા નથી, બીજીવાર મળતા નથી.....
જન્મદાત્રી હોય તેને જ માઁ નથી કહેવાતું, પાલનહાર હોય તેને પણ માઁ જ કહેવાય છે. પછી તે કોઈ પણ સ્વરૂપે હોય, નાની-મામી-માસી-મોટી બહેન એને માઁ કહેવામાં જરાય સંકોચ ન કરવો જોઈએ.....
હું મારા નાનીમાં પાસે ઉછરી છું. મારી જન્મ દેનારી માઁ નાં અચાનક અક્ષરવાસ થવાથી મારા નાની મને અને મારા બે ભાઈઓ ને તેમની પાસે લઈ આવ્યા... મારી ઉંમર ફક્ત સાડા ચાર વર્ષ :
મારા ભાઈઓ મારાથી ઉંમરમાં નાનાં... હવે આ કોઈ સહેલી વસ્તુ નથી કે ઉંમર ના આ પડાવ પર આવી, આવો મોટો વજ્રઘાત સહન કરી અને બચ્ચાઓ ને ઉછેરી મોટા કરવા... દુનિયાદારી ની સમજ આપવી, સંસ્કારો નું સિંચન કરવું.... મારો મેમરી પાવર સુપર સોલિડ કહી શકાય એવો જન્મ થી રહ્યો છે. અમુક ઘટનાઓ નજર સમક્ષ જોઈ હોઈ તો તે subconscious mind મા સચેત હોય, જે અવાર નવાર મારા પર અટેક કરે... હું ઊંઘ મા દાંત કચકચાવીને જાગી જતી, રડવા લાગતી ' મારા નાની મને બથમાં ભરી લેતા, વ્હાલ કરતા... મને સમજાવતા કે બેટા હું છું ને તારી પાસે, આરામ થી સુઈ જા... અને હું સુઈ ન જાઉં ત્યાં સુધી મને સહેલાવતા... મારી નાની જેવું કોઈ ન હોઈ શકે.. કોઈ નહીં.... મને ફક્ત મારા નાની જ સમજી શક્યા છે....
મારી ડિલિવરી પણ એમણે અને મારા બન્ને મામીઓ એ કરી છે. નાની ને કમર નો દુઃખાવો હતો, તેમ છતાં તેઓ મને શેક આપવા માટે 5 વાગ્યે ઉઠી જાય.. ગરમ ગરમ તગરા ઉચકી ને મારા ખાટલા નીચે પાથરે... હું જેટલું લખું એટલું ઓછું પડે, જેટલું યાદ કરું એટલો ધોધ વહે.... ઓહઃહઃ નાની હું તમારા વગર એકલી આખી દુનિયા માં એકલી પડી ગઈ હોય એવું લાગે , કઈ-કેટલીયે  વાર ખૂબ રડવું આવે...
તમારા માં એવું કંઈક હતું કે તમારા ગયા ના આટલા વર્ષો બાદ પણ તમને હું મારી આસપાસ જખું છું. હું દુનિયા ને સમજાવી નથી શકતી કે કઈ વાતો મા કેટલી સાચ્ચી છું... તમારા જેવી અસિમિત ક્ષમતાઓ કોના માં હોય શકે !!??
મારો પક્ષ ખેંચવા વાળા, મારી સફળતાઓ ને બિરદાવવા વાળા, નાની તમને આજ ના દિવસે કોટી કોટી વંદન.... 🙏🙏🙏
મારી મમ્મી પણ મારા નાની નો પડછાયો જ હશે...

આજે આ છલકતી લાગણીઓમાં ભીંજઇને ધન્ય ધન્ય અનુભવાય છે. કવિતા હોય કે સીધી સાદી હૈયાની વાત - માઁ નો મહિમા ઓછો વધતો નથી થતો.. વહેતો રહે છે સમથળ. 🙏

2 comments:

Himanshu Joshi said...

નમસ્તે દીદી....
આજે પહેલી વખત આપનો બ્લોગ જોઈ રહ્યો છું ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું.

Prof.Dr. Vaibhavi Trivedi said...

સરખી ક્ષમતા ધરાવતા લોકો જ્યારે મુખ્ય ભાવ ને સમજી ને સાચી પ્રશંષા કરે ત્યારે લેખક નો ઉદ્દેશ્ય ને ઉંચેરું સ્થાન મળે છે... ખૂબ ખૂબ આભાર ભાઈ....😇💐

33 કોટી દેવતા

        33 કોટી દેવ, 24 વિષ્ણુ રૂપ, 12 સરસ્વતી સરુપ, 8 લક્ષ્મી, 12 ગૌરી, 36 તુષિત, 7 મારુત્ગણ, 9 ગ્રહો, 10 દિશા દિગ્પાલ, સ્થાનિક...







google-site-verification: googlecde71fb50528fa15.html