Writer : Prof.Dr. Vaibhavi Trivedi
✔વાદ એટલે Dispute
દલીલ, તકરાર, ચર્ચા, કારણો, પ્રમાણ
✔વિવાદ એટલે Controversy
ઝગડો, પ્રતિકાર, વાંધો, હરીફાઈ, સંઘર્ષ
✔ ચર્ચા એટલે argument/ Discussion/controversy/debate
મતભેદ, અને અમુક અંશે ઉપરના દરેક મુદ્દા નો અંશ....
વાદવિવાદ ક્યા ને કેટલો ઉચિત ??
ઉપરનાં તમામ મુદ્દાઓ ને આપણે ડિબેટ નામ આપી શકીએ.. કેમકે એક યા બીજી રીતે તમામ સ્ત્રોત જોડાયેલા છે...
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે તિબેટમાં બૌદ્ધિક શિક્ષણ આપતા ગુરુઓ જે મોંક તરીકે ઓળખાય છે, સખત ડીસીપ્લીનનાં આગ્રહી અને નીતિ નિયમોથી જ વિદ્યા પ્રાપ્ત કરનારા આ મોંક્સ લોકોમાં નાનામાં નાની ઉંમર 5 વર્ષની વયનાં પણ હોઈ શકે છે....
એમના અમુક વર્ષોની વિદ્યા કે શિક્ષણનાં અલાયદા session પુરા થતા, ""Debate Examples and Observations""
નું કાર્ય ગોઠવવામાં આવે છે... અત્યન્ત રોચક, અને રુંવાડા ઉભા કરી દે તેવું આ કાર્ય ટુરિસ્ટો નાં કેમેરામાં કેપ્ચર થઈ જ જાય છે...
પોતાની સમજબૂજ/ તાર્કિકક્ષમતાઓ/ બુદ્ધિચાતુર્ય નો ઉપયોગ કરી પક્ષો સામ-સામે
ગોઠવાય છે: એટલી હદે ચર્ચા ઉગ્ર વાદ-વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે કે મઠનાં પદાધિકારીને આખરી session સંભાળવું પડે છે...
ઘણી સંવેદનાઓમાં, ચર્ચા કરવાનો કોઈ સાચો રસ્તો નથી. ધોરણો, અને નિયમો પણ, — અને કેટલીકવાર — સમુદાયોનાં વિચારો પણ જુદા પડે છે ... ત્યાં ઓછામાં ઓછા આઠ અલગ અલગ કોલેજ ડિબેટ સંગઠનો છે, જેઓ તેમના પોતાના નિયમો અને ચર્ચાની શૈલીઓ સાથે હોય છે...
"દલીલ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા માણસો એક બીજા સાથે દાવાની વાતચીત કરવા માટે કારણનો ઉપયોગ કરે છે...
વાટાઘાટો અને સંઘર્ષના નિરાકરણ જેવી પ્રવૃત્તિઓમાં દલીલ ઉપયોગી છે, કારણ કે તેનો ઉપયોગ લોકોને તેમના મતભેદોના નિરાકરણ માટેના માર્ગો શોધવામાં મદદ કરવા માટે થઈ શકે છે. પરંતુ આ પ્રકારની કેટલીક પરિસ્થિતિઓમાં, તફાવતો આંતરિક રીતે હલ કરી શકાતી નથી અને બહારના ન્યાયાધીશને બોલાવવા આવશ્યક હોય છે. આ પરિસ્થિતિઓને આપણે ચર્ચા કહીએ છીએ. આ રીતે, આ મત મુજબ, ચર્ચાને પરિસ્થિતિઓમાં દાવાઓ વિશે દલીલ કરવાની પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યાં પરિણામનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા લેવાય છે.... અને તે સર્વ ને માનનીય હોય છે...
ટૂંકમાં વાદ-વિવાદ આપણાં દૈનિક જીવન ક્યાં કરવો, કોની સાથે કરવો ! અને ક્યાં ન કરવો, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. જીવનમાં અમુક વિષય પર ખોટી જગ્યાએ કે ખોટી વ્યક્તિ સાથે વાદવિવાદ કે ચર્ચા થાય તો તેનાં પરિણામો ખરાબ આવે છે. અને વિષયનો સાચો હેતુ સમજવાને બદલે ખોટા વિષયની ચર્ચા કે વાદવિવાદ થાય છે.
જે વ્યક્તિ પોતાની વાત પર કાયમ રહે, જેનામાં ગટ્સ હોય, તાર્કિક દલીલોને સમજવાનું બુદ્ધિ ચાતુર્ય હોયતો જ તમારી બૌધ્ધિક વાતોને ન્યાય મળી શકે છે. અન્યથા બધું વ્યર્થ.... આપણી વિદ્યાપીઠો ની પૌરાણિક પરંપરા પણ આ જ રહી છે... પણ ! આ ડિબેટ માં ઈર્ષા - અદેખાઈ - બળતરા - અહંમને બિલકુલ સ્થાન નથી, આવા લક્ષણો ધરાવતી વ્યક્તિ હમેશાં દૂર ભાગશે, અથવા તો તમને નીચા બતાવા કે નેગેટિવ ચીતરવાની કોશિશ કરશે....
અસમર્થ વ્યક્તિ સાથે વાદવિવાદથી માત્ર સમયનો દુરપયોગ જ થાય. વિચારોમાં નીચ કે લુચ્ચાઇ ધરાવતી વ્યક્તિ સાથે પણ ખોટી ચર્ચા યોગ્ય નથી. તેવી વ્યક્તિની કોઇ આબરુ જેવું ના હોય એટલે આપણી આબરુને દાગ લગાડવાની કોશિશ કરે.
વૈદ્ય કે ડૉક્ટર સાથે વાદવિવાદથી સાચું નિદાન ન મળે. રસોઇ કરનાર સાથે વાદવિવાદથી ભોજનનો સ્વાદ બગડે. ગુણવાન વ્યક્તિ સાથે વાદવિવાદથી તેના સાચા ગુણોના લાભથી વંચિત થવાય. સર્જન કરનાર કે કવિઓ સાથે ખોટા વાદવિવાદથી તેના ઉત્તમ સર્જનનો લાભ ના મળે.
અને સૌથી અગત્યની વાત કોઇ સ્ત્રી અને પુરુષ બંનેનું બુદ્ધિમત્તાનું સ્તર સરખું ના હોય ત્યારે વાદવિવાદ કે ચર્ચા ઉચિત ના ગણાય. જ્યારે સ્ત્રી અને પુરુષનું બુદ્ધિનું સ્તર સરખું હોય અને સ્ત્રીનું સ્વમાન જળવાય અને પુરુષનો અહમ જળવાય તે રીતે ચર્ચા થાય કે વાદવિવાદ થાય તો તે યોગ્ય ગણાય...
એટલે ટૂંકમાં વિપરિત માણસો સાથે ડાહ્યા માણસોએ વાદવિવાદ કે વિરોધ સંયમમાં રહી કરી શકાય....


No comments:
Post a Comment