expr:class='"loading" + data:blog.mobileClass'>

Ads

Wednesday, 21 October 2020

Ego / અહંકાર


{મારી કોલમ 'અનુભવ બિંદુ' માંથી}


"અહંકાર અને અભિમાન એ માણસની સૌથી નબળી કડી છે..."

कोटि करम लागी रहे एक क्रोध की लार
कियाकराया सब गया जब आया अहंकार।
 
            ક્રોધની પાછળ કર્મો લાગેલા હોય છે. ક્રોધ અને અહંકાર બંને સાથે રહે છે, જ્યારે મનુષ્યમાં અહંકાર આવી જાય છે ત્યારે જે કાંઈ કર્યું હોય તેની પર પાણી ફરી વળે છે. પોતાની જુઠી માન-મર્યાદાને ટકાવી રાખવા માણસ બધું કરી છૂટે છે. ભલે તેના માટે તેને ગમે તેટલો દેખાવ કરવો પડે. પોતાના કરતાં બીજું કોઈ સવાયું નથી તે સાબિત કરવા માટે માણસ બધું કરી જાણે છે...

           માણસને નાની અમથી સફળતા મળે કે તે તરત આસમાનમાં ઉડવા લાગે છે. અહંકારમાં રાચતા વ્યકિતની શ્રીમંતાઇના, જ્ઞાનના વખાણ સાંભળી તે ફુલાઈને ફાળકો થઈ જશે. આવા વ્યક્તિ પાસે સમજદાર વ્યક્તિ પોતાના કામ આસાનીથી કઢાવી શકે છે. અભિમાનીને વળી જોઈએ શું!? ખોટી પ્રસંશા અને વખાણ,,, બસ! માણસને પોતાની મહત્તા દેખાવી જોઈએ...

            અહંકાર, અભિમાન એ માણસની નબળી કડી છે, તેનાથી તે ઉપર ચઢવાને બદલે સતત નીચે પટકાતો જાય છે. કોઈપણ જાતનું અભિમાન છેવટેતો પતનને જ નોતરે છે.. અહંકાર અને મદ હોય ત્યારે તેને ખબર રહેતી નથી કે તે ખુદ શું કરી રહ્યો હોય છે!!??

            ગરીબ, લાચાર, અસહાય લોકો પ્રત્યે જે સહાનુભૂતિ દર્શાવે તે માનવતાનો ઉચ્ચ ગુણ છે.. જીવનમાં ક્યારે શું બનશે તેની કોઈને ખબર નથી. કશું કાયમ રહેવાનું નથી, કાળના પ્રવાહમાં બધું વિલીન થવાનું છે, તો ગુમાન કઈ બાબતનું!!?

  ✡️ કબીરે કહ્યું છે :

"कबीर गर्व न कीजिए, रंक ज हसिये कोय,
अभी नाव समुद्र में, क्या जाने क्या होय!?"

            સફળ થવા માટે મહેનત, ધગશ, ખંત અને તૈયારીની જરૂરિયાત હોય છે. મહેનતુ માણસ સફળ થાય જ છે. પણ! સફળતાને ટકાવી રાખવી અઘરી છે. તેના માટે મહેનત અને હિમ્મત બન્નેની જરૂર પડે છે.. જેનામાં અખૂટ આત્મવિશ્ર્વાસ અને અતૂટ શ્રદ્ધા હોય છે તે જીવનનું દરેક કપરું કાર્ય સૂઝબૂઝથી સૂલજાવી નાખે છે. તેની સફળતા દીવાની જ્યોતની જેમ ધીમે ધીમે પ્રકાશ આપે છે અને અંતે પૂર્ણ જ્યોતિ પ્રકાશિત થતાં બધી દિશાઓમાં અજવાળા પથારે છે.... 

            એક ગરીબ છોકરો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. માતા પારકા
કામ કરી તેને ભણાવતી હતી. તે છોકરો સવારના સમયે એક જજને પરચુરણ કામ કરી આપતો હતો. જજના બંગલામાં એક ન્યાયાલય જેવો ઓરડો હતો, ત્યાં એક મોટી સુંદર ખુરશી ખાસ જજને બેસવા માટે રાખવામાં આવી હતી. આ છોકરો રોજ આ ખુરશી સાફ કરવા આવે, એવી તો ચમકદાર બનાવી નાખે અને ક્યાંય સુધી તેને જોતો રહે... 

          એક દિવસ જજે તેને પૂછ્યું, કે રોજ તું ખુરશીને જોતો રહે છે, તને આ ખૂબ ગમે છે!? છોકરાએ જવાબ આપ્યો, ના સાહેબ આ ખુરશી સાથે મારે કોઈ લગાવ નથી, પણ!! મોટા થઇને તમારી જેમ આવી ખુરશી પર બેસવું છે અને સત્યને ત્રાજવામાં તોલવું છે. તેની આ વાત જજના હૃદયને સ્પર્શી ગઈ. તેમણે બાળકને આર્થિક મદદ કરી અને છોકરો મોટો થઈ ન્યાયાધીશ બન્યો... 
     
             કહેવાનો મતલબ એટલો જ કે આત્મવિશ્વાસથી ભર્યો ભર્યો માણસ દુનિયા ખૂંદી નાખે છે. જેમ મરજીવો મોતનો ડર રાખ્યા વગર અખંડ આત્મવિશ્વાસથી દરિયામાં છલાંગ લગાવે છે કે મોતી તો મળશે જ.. અંતે તે મોતી મેળવીને જ રહે છે... આપણે પણ એવા મરજીવા બનવું જોઈએ કે જીવનરૂપી દરિયામાંથી સફળતા રૂપી મોતી શોધી શકીએ... 

            જ્યાં સુધી મનમાં વિચારો છે અને હાથમાં કામ છે, ત્યાં સુધી કોઈ યોજના છે, કોઈ સંકલ્પ છે, લક્ષ્ય છે ત્યાં સુધી જીવન છે... કાંઈક કરવાનું કાર્ય છે, ક્યાંક પહોંચવું છે, સ્વપ્ન છે, આકાંક્ષા છે એટલે મનના વિચારો છે અને એટલે જ જીવનમાં નવીનતા હજી ટકી છે... Down to earth રહીને માણવું, જાણવું, વિચારવું આ પરફેક્ટ પ્રિન્સિપલ્સ છે લાઈફના... ઉમદા કાર્યનું ધ્યેય ન હોય તો દેહ ગમે તેટલો સશક્ત હોય પણ!! એનું માનસીક અવસાન તો થઈ જ ચૂક્યું હોય છે.... 





©®Prof.Dr.Vaibhavi Trivedi 

Image courtesy : Google 



👉Notice📖

The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language..... 







No comments:

33 કોટી દેવતા

        33 કોટી દેવ, 24 વિષ્ણુ રૂપ, 12 સરસ્વતી સરુપ, 8 લક્ષ્મી, 12 ગૌરી, 36 તુષિત, 7 મારુત્ગણ, 9 ગ્રહો, 10 દિશા દિગ્પાલ, સ્થાનિક...







google-site-verification: googlecde71fb50528fa15.html