શું પામ્યાનો વહેમ છે !!?
શું પામવાની મથામણ છે !!?
સફેદ પાંખોથી વિહંગાવલોકન કરી, આકાશનાં કેટલાક પડળને વીંધીને
છેક બ્રહ્માંડમાં જઈ આવેલો જીવ,
વાદળોનાં સ્પર્શથી પ્રેમમાં પડેલો જીવ,
ઔંશની બુંદોમાં અટવાતો જીવ,
કાંઈક પામ્યાનો વહેમ,
ઘણું પામવાની મથામણ!
મરજીવાની જેમ છેક તળિયાની
સપાટીએ અડીને ઉપર આવેલો જીવ,
સોનેરી માછલીઓ સાથે અથડાતો જીવ
ચળકાટ કરતા મોતી-છીપલા અને
એક એક લહેરોમાં અટવાતો જીવ,
કાંઈક પામ્યાનો વહેમ,
ઘણું પામવાની મથામણ!
સ્વર્ગ, મૃત્યુ, પાતાળ
ત્રણે લોક ખંગાળ્યા કરી,
કાંઈક ખોજ કરવા નીકળેલો જીવ,
મોહમાયાનાં સકંજામાં સપડાયેલો જીવ,
ભીંતરના ગૂંચવાડામાં અટવાયેલો જીવ,
કાંઈક પામ્યાનો વહેમ,
ઘણું પામવાની મથામણ!
આગનાં દરિયામાં ડૂબવાનું આકર્ષણ,
જાજંવાનાં જળનું પણ! આકર્ષણ,
વાયુનાં વમંડળમાં ગતિનું પણ આકર્ષણ,
ભમતા ભ્રમિત થઈ જવાનું પણ આકર્ષણ,
વહેતા પ્રવાહમાં તણાઈ જવાનું આકર્ષણ,
પૃથ્વી, પાતાળ અને પરલોકનું આકર્ષણ,
આંખો આંજી નાખતાં સોનેરી પ્રકાશનું પણ આકર્ષણ...
અનહદના નાદનો અણ દિઠયો ખિંચાવ,
અચાનક કોઈ ગેબી ધડાકાભેર અવાજથી,
હળવો થઈ રહેલો જન્મોજન્મનો ભાર,
અને બસ,,,
પામી જવાશે સ્હેજમાં અઘરું નથી,
જરા જાત જંજોળીને તો જોઈએ,
જરા ઊંડા ઊતરીને તો જોઈએ,
સહેલું પામ્યાનો વહેમ છે,
અઘરું પામવાની મથામણ છે!
©️®️ Dr. Vaibhavi Trivedi
👉All my articles have been published on blogger before. Only my rights are marked on Fb and Blogger... By using it you may get notice from Facebook strike or blogger...
👉Notice 📖
The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language.....

No comments:
Post a Comment