Thursday, December 31, 2020

2021


             સરેરાશ આપણી પાસે આ ગ્રહ પર જીવન જીવવા માટે 30,000 દિવસ હોય છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે બીજા લોકો તમારા માટે શું વિચારે છે!? કે શું બોલે છે!?, એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કેવા દેખાવ છો, કેટલા Stylish કે Ostensible છો! કોઈ ફરક નથી પડતો કે તમે ભૂતકાળમાં કેટલી સ્ટ્રગલ કરી ને જ્યાં છો ત્યાં પહોંચ્યા છો. ફક્ત એક વસ્તુ મહત્વપૂર્ણ છે કે તમે કોઈની પરવા કર્યા વિના જીવો છો, હર એક દિવસ કોઈ જાતના અફસોસ વગર મનભરીને માણો છો. બસ... કાફી છે....

        જ્યારે અન્ય લોકોને આપણી સલાહની જરૂર હોય છે, ત્યારે આપણે તરત જ તેમની સમસ્યાઓ જોઈ શકીએ છીએ અને સ્પષ્ટ ઉકેલો બતાવવામાં માહીર હોઈએ છીએ. કેમકે તે આપણો ઉદ્દેશ્ય બની જાય છે. આ મનુષ્ય સ્વભાવની ખાસિયત છે. છતાં જ્યારે  પોતાના પર વાત આવે ત્યારે વ્યક્તિલક્ષી બની જઈએ છીએ... સફળ થવા માટે, તે જ ઉદ્દેશ્યિત આંખો દ્વારા જાતને જોવી જોઈએ. બીજાની સમસ્યાઓના ઉકેલ માટે અનેક રસ્તાઓ બતાવી શકતા હોય તો ખુદને માટે તો લાઇફનું ક્લિયર વિઝન હોવું ખૂબ જરૂરી છે...

          કોઈ સાથે તુલના ન કરવી જોઈએ. હર એક વ્યક્તિ પોતાના ઝોનમાં બેસ્ટ જ હોય છે. સફળ થવા માટે આપણી પૂરી તૈયારી હોય તો તમામ પ્રકૃતિ આપણી મદદ માટે લાગી જાય છે, કેમકે પ્રકૃતિ નકલો નથી બનાવતી. તે ઓરિજિનલ વર્ઝનની જ કદર કરે છે. આપણે ખુદ એક અસલી અને potential વાળું બીજ છીએ તેથી વાસ્તવિક બની રહેવું એ તો પહેલો નિયમ છે...

            આપણે readymade નથી જન્મ્યા. બધા આયામો અને સંભાવનાઓ ખુલ્લી હોય છે. Completely આપણાં પર નિર્ભર છે કે આપણે આપણી કુદરતી ક્ષમતાઓ સાથે શું કરવા માંગીએ છીએ!!?
સફળ થવા માટે ક્યારેય ઉંમર, પરિસ્થિતિ કે લોકો જવાબદાર હોતા જ નથી. અને મોડું પણ ક્યારેય થતું જ નથી... બસ માઈન્ડ ગેમ આપણને કાબુ ન કરે અને આપણે ખુદનાં ઈશારે માઈન્ડ ને કાબુ કરી શકીએ એ જ જીવનની સાચ્ચી સફળતા...

📌 ભૂતકાળ ક્યારેય પાછો આવવાનો જ નથી, ભવિષ્યની ચિંતા કે યોજનાઓ બનાવવામાં વર્તમાન સમય સાથે અન્યાય ન થાય માટે વર્તમાનમાં આનંદથી ભર્યા ભર્યા જીવો...  Learn to enjoy every minute of your life...The purpose of our lives is to be happy... 🙏 😇 ❤️




👉©®Dr.Vaibhavi Trivedi
👉Website : Divinity35.blogspot.com 










No comments:

ચોસઠ કળાઓ

ચોસઠ કળાઓ કલા એટલે અદભુત શક્તિ. સ્વભાવાનુંકૂળ આ શક્તિઓ સાધ્ય કરી શકાય છે પણ દેવની કૃપા હોવી તે પ્રાધાન્ય છે. अधिष्ठानं तथा कर्ता...