Sunday, December 27, 2020

#2021_Resolutions




#2021_Resolutions

👉 ભલભલા માણસનો અહમ્ ચકનાચૂર કરી વરસ ભૂતકાળ બનવા જઈ રહ્યું છે.
ઘણું ગુમાવ્યું અને લથડિયાં ખાઈ ફરી બેઠા થયા. ફરી જીવનને બહેતર બનાવવાના તમામ પ્રકારના પ્રયાસો દરેક વ્યક્તિએ ખુદ કરવાના છે.. આપણે ઈચ્છીએ કે હવે પછીની પેઢીને ક્યારેય આવી ખતરનાક આપદાઓનો સામનો ન કરવો પડે અને નવા વર્ષે ઈશ્વર આપણને સૌને સારું સ્વાસ્થ્ય, હિમ્મત અને Positivity થી ભરેલું જીવન આપે... 

📌   સ્વસ્થ, તંદુરસ્ત અને તરોતાજા રહેવા રોજ સવારે વહેલા ઉઠી પરોઢિયે વાતાવરણની તાજી હવા લેવી અને સુર્યના પહેલા કૂણા કિરણો પડતાં હોય ત્યાં ચાલવા જવું. યોગ, કસરત કે સૂર્યનમસ્કાર કરવા...

📌  ઘરમાં સકારાત્મક ઉર્જા રાખવા માટે અભિગમ પણ એવો જ રાખવો જરૂરી છે. નાની નાની બાબતોમાં ગુસ્સો ન કરવો. બધું બરાબર છે અને થઈ જ જશે એ વાતનું રટણ હસતાં મોઢે સતત કરતા રહેવું. કેમકે જો તમે હેડ ઓફ ધ ફેમિલી છો! ( મતલબ કે ફક્ત ઉમરની દ્રષ્ટિએ નહીં, પણ!! આર્થીક ઉપાર્જન બાબતે, યા તો મહત્વના નિર્ણયો લેવા બાબતે) તો ઘરના દરેક સદસ્યો પર પણ તમારા બિહેવિયરની ઊંડી અસર થાય છે...

📌   ઘરના વડીલો એ આપણી Strength છે. એમની સલાહ દરેક વાતમાં લેવી. એમને બહુ જલ્દી દુઃખ લાગી જાય છે, તો એવું કાંઈ જ કામ કે વર્તણૂક ન થાય તેનું ધ્યાન રાખવું. તે લોકોને આપણી જરૂર છે, નાના બચ્ચાની જેમ તેમની Care કરવી જોઈએ.

📌  ઘર, ઓફિસ કે સોશિયલ મીડિયા પર ક્યારેય ખોટા વાદવિવાદમાં સમય ન બગડે તે સાવચેતી પૂર્વક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નવા વર્ષે કોઈને વિના વાંકે શૂળીએ નહીં ચઢાવવા કે ગાડરિયા પ્રવાહમાં ચાલતી ગાડીએ બેસી જઈ હિસ્સો હિસ્સો ન કરવાનું પ્રણ લેવું જ જોઈએ...

📌  શાકવાળાઓ કે નાની નાની લારીઓ વાળા પાસેથી બે-પાંચ રૂપિયા માટે ધળ ન કરવી જોઈએ, હોટેલમાં જમવા જઈએ અને ભોજન બચી જાય તો પેક કરાવી રસ્તામાં કોઈ ગરીબ લોકોને આપી દેવું જોઈએ...

📌    સારું વાંચન આપણું જીવન, વિચારો, મંતવ્યો અને વ્યક્તિત્વ બદલી શકે છે. નિયમિત બે-ત્રણ કલાક ગમતા પુસ્તકનું વાંચન કરવાની ટેવ પાડવી જોઈએ. આપણને આમ કરતાં જોઈ આપણાં બાળકો પણ આ વસ્તુ શીખે છે... 


📌    જે વસ્તુથી ડર લાગે છે એ તો પહેલાં કરવી જોઈએ. વિશ્વાસ રાખવો કે આ વસ્તુ હું કરી જ શકીશ.. આપણી આસપાસ બધી વસ્તુઓ Organized રાખવી જોઈએ. બોડી અને માઈન્ડને સતત એક્ટિવ રાખવું જોઈએ. રિલેક્સ રહો અને બધી બાબતોમાં Patience રાખો. શોખ પૂરા કરવા એ ગમતી વસ્તુઓનો ગુલાલ કર્યો કહેવાય. એ જીવન જીવવા માટેના નવા રસ્તાઓ ખોલી આપે છે. સમય કાઢીને પણ શોખ પૂરા કરવા જ જોઈએ... 

📌    સારા અને સાચ્ચા દોસ્તો બનાવવા અને એવા લોકો વચ્ચે રહેવું. સામેની વ્યક્તિમાં પ્રચંડ તાકાત હોય છે કે એ તમારા મેન્ટલ લેવલને હિમાલયની ટોચે બેસાડી દે અથવા કડ્ડકભૂસ કરી દઈ શકે છે. તેથી બીજા લોકોના મંતવ્યોની બહુ પરવા કર્યા વિના પોતાને સાચ્ચુ લાગે એ કરતા રહેવું.

📌    ખોટી ધારણાઓ બાંધવી નહીં કે અફવાઓનો ફેલાવો પણ કરવો નહીં. ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવો અને બને તેટલું જરૂરિયાતમંદોને કોઈપણ પ્રકારની યથાશક્તિ મદદ કરવી. એક સારું કામ સુવાસ ફેલાવશે અને બીજા લોકો પણ એમાંથી પ્રેરણા લેશે...

📌   સંકલ્પ કરી તેને જાહેર કરો કેમકે પ્રતિષ્ઠા એક પ્રકારે શક્તિશાળી અને પ્રોત્સાહક છે. જો તમે તમારા સંકલ્પને સાર્વજનિક રીતે જાહેર કરો છો તો તે તોડીને તમને તમારી છબી ખરડાવાનો ડર રહેશે. સંકલ્પનો ભંગ કરતા પહેલાં વ્યક્તિ ચોક્કસપણે વિચારશે કે જે સંકલ્પ વિશે લોકો જાણતા હોય એ સંકલ્પ ભંગ થાય તો લોકો એ સંકલ્પ ભંગ કરનાર વ્યક્તિ વિષે શું વિચારશે ?

📌   બે ઘડીના આનંદ માટે કોઈને ઉતારી પાડવાની ભાવના ખુદના માટે ખરાબ પરિણામો લાવી શકે છે. 'સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હે' આપણે શું કામ કોઈને આંગળી ચીંધીએ...

📌     જેવું પ્રતિષ્ઠિત લોકોનું આચરણ એવું જ અન્ય લોકોનું અનુકરણ.. 
👉 આપણે સુધારવાનું છે.
👉 આપણે સકારાત્મક રહેવાનું છે.
👉 આપણે કોઈપણ પરિણામ આવે તો પણ સકારાત્મકતાથી જ લેવાનું છે.
👉 આપણાંથી જ બદલાવની શરૂઆત કરવાની છે.
👉 આપણી ભૂલો આપણે જ સ્વિકારીને  સુધારવાની છે.
👉 આપણે જ સમુદ્રમંથનનો માંધાર પર્વત છીએ, આપણે જ અમૃત સમાન જીવન બનાવી શકીએ અને આપણે જ એને ઝેર બનાવીને તહસ-નહસ પણ કરી શકીએ..
👉 આપણે આપણાં ખુદ માટે અને આપણાં Loved one's માટે ખૂબ સારા અને ઉજ્જવળ ભવિષ્યની યોજનાઓ બનાવી સાકાર કરવાની છે...




👉©®Dr.Vaibhavi Trivedi 
👉Website : Divinity35.blogspot.com 









No comments:

ચોસઠ કળાઓ

ચોસઠ કળાઓ કલા એટલે અદભુત શક્તિ. સ્વભાવાનુંકૂળ આ શક્તિઓ સાધ્ય કરી શકાય છે પણ દેવની કૃપા હોવી તે પ્રાધાન્ય છે. अधिष्ठानं तथा कर्ता...