expr:class='"loading" + data:blog.mobileClass'>

Ads

Tuesday, 20 October 2020

Amar prem / अमर प्रेम



{મારી કોલમ મન-દર્પણ માંથી} 

"रैना बीती जाए
      श्याम न आए।"


          જાણીતા ફિલ્મકાર શક્તિ સામંતે પોતાની કેટલીયે ફિલ્મોનું નિર્માણ હિન્દી અને બંગાળી બંને ભાષાઓમાં કર્યું છે. 'અમાનુષ', 'આનંદ આશ્રમ' અને 'બરસાત કી એક રાત' જેવી કેટલીક ફિલ્મો બંને ભાષાઓમાં બની છે. એવી જ એક ફિલ્મ હતી 'અમર પ્રેમ' જે બંને ભાષાઓમાં બની ચૂકી છે અને બંગાળમાં તે 'નિશીપઘ્ઘ' નામથી બની હતી અને ખૂબ કામયાબ રહી હતી... અરવિંદ મુખર્જી દ્વારા દિગ્દર્શન કરવામાં આવ્યું હતું, જેમણે બિભૂતિ ભૂષણ બંધોપાધ્યાયની બંગાળી લઘુ કથા 'હિગંર કોચુરી' પર આધારિત બંને ફિલ્મોની પટકથા લખી હતી... 

            'નિશીપઘ્ઘ' ના નાયક-નાયિકા ઉત્તમકુમાર અને સાવિત્રી ચેટજીૅ હતા.. 'નિશીપઘ્ઘ' નો મતલબ થાય છે રાત્રે ખીલવાવાળું કમળ જે રીતે કમળ કીચડમાં રહીને પણ પવિત્ર રહે છે તે જ રીતે તેની નાયિકાનું જીવન દર્શાવ્યું છે, જે તવાયફના કોઠા પર રહીને પણ નિર્મળ છે.

             'નિશીપઘ્ઘ' ને જ્યારે શક્તિ સામંતે હિન્દીમાં 'અમર પ્રેમ' ના નામથી બનાવવાનું વિચાર્યું તો નાયકના રૂપમાં તેમની પહેલી પસંદ દિલીપ કુમાર હતા, પણ! કોઈ કારણસર આ શકય ન બનતાં શક્તિ સામંતે પોતાની હિટ ફિલ્મ 'આરાધના' ની જોડી રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરને લઈ 'અમર પ્રેમ' શરૂ કરી દીધી.

            મૂળ બાંગ્લા ફિલ્મમાં ઉત્તમ કુમારે લાજવાબ અભિનય કર્યો હતો, કહેવાય છે રાજેશ ખન્નાએ શૂટિંગ પહેલા  'નિશીપઘ્ઘ' ને બાવીસ વાર જોઈ હતી અને ઉત્તમકુમારના અભિનયની એક-એક અદા એક-એક અંદાજને આત્મસાત કરી લીધો હતો તેમ છતાં ઉત્તમકુમાર જેવી વાત ન બતાવી શક્યા... આમ ખુદ રાજેશ ખન્નાએ સ્વીકાર્યું હતું...

           'અમર પ્રેમ' ની વાર્તા દર્શાવે છે કે સંબંધો લોહીથી જ નથી બનતા, કોઈ એવી ચાહતથી જોડાઈને કોઈ પારકો કોઈ સગાથી પણ વધારે પોતાનો બની જાય છે તે કહી શકાતું નથી... 'અમર પ્રેમ' ના ત્રણ પાત્રો આનંદબાબુ / પુષ્પા અને નંદુની સાથે પણ આવું જ થાય છે... ત્રણેયનો એકબીજા સાથે કોઈ સંબંધ ન હોવા છતાં ભાવનાત્મક લગાવથી જોડાયેલા રાખે છે..
ફિલ્મની વાર્તા પુષ્પા (શર્મિલા ટાગોર) પર કેન્દ્રિત છે જેને પોતાના પતિ કે જે નિષ્ઠુર અને નિર્દય હોય છે તેણે બાંજ હોવાનું બહાનું કરી પુષ્પા સાથે મારપીટ કરી ઘરની બહાર કાઢી મુકી...

             જ્યારે પિયરમાં પણ જગ્યા ન મળી ત્યારે તે એક સંબંધી સાથે (મદન પૂરી) કલકત્તા ચાલી ગઈ. ત્યાં એ સંબંધીએ પુષ્પાને એક કોઠામાં વહેંચી નાખી. એક અમીર શખ્સ આનંદબાબુ (રાજેશ ખન્ના) એ એક દિવસ પુષ્પાનું ગીત સંભાળ્યું અને તેના અવાજમાં રહેલો દર્દ આનંદના હ્રદયમાં
સમાઈ ગયો. આનંદબાબુ પરિણીત હતા
પણ! અભિમાની પત્નીથી ઉપેક્ષિત અને એકાંતના શિકાર બનેલા હતા...

           બંનેએ પોતાનો ગમ એકબીજા સાથે વહેંચવાનો શરૂ કર્યો. આ જ કડીમાં એક નાનકડો નંદુ (બોબી) પણ તેમની જીંદગીમાં આવ્યો, જેને પોતાની સાવકી માતાથી (બિંદુ) અણગમો અને પુષ્પાથી અનહદ મમતા મળતી હતી... પણ! એક દિવસ એવો આવ્યો કે જ્યારે પુષ્પાને પોતાના આ બંનેથી અલગ થવું પડ્યું... 

             વર્ષો વીતતાં ગયા, પુષ્પાની ઉંમર પણ ઢળતી ગઈ. કોઠો ભાંગી પડ્યો, તે એેક હોટેલમાં વાસણ સાફ કરી ગુજરાન ચલાવવા લાગી, પણ! તેની મમતા, તેની નેકી, તેનો પ્રેમ વ્યર્થ ન ગયો વરસો પછી જ્યારે નંદુ (વિનોદ મહેરા) એન્જિનિયર બની એજ શહેરમાં પાછો આવ્યો તો તેણે પુષ્પાને ગોતી અને મા નો દરજ્જો આપી હંમેશ માટે પોતાની સાથે લઈ ગયો. આનંદબાબુ પણ આ મિલન પર પોતાના આસું રોકી શક્યાં નહીં.... 

               'અમર પ્રેમ' ના ગીતોને સંગીતથી સજાવ્યા હતા આર.ડી.બમૅને. આ ફિલ્મ તેમના માટે માઇલસ્ટોન સાબિત થઈ હતી. 
ફક્ત એક ગીત "ડોલી મેં બીઠાઈકે" એ તેમના પિતા એસ.ડી.બમૅને ગાયું પણ હતું અને સંગીતબદ્ધ પણ કર્યું હતું, પણ! સંગીતકારના રૂપમાં રેકોર્ડ્સ પર તેમનું નામ ન આવ્યું... આ વાતમાં એક સુપર ટ્વિસ્ટ છે, જેમ હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાએ પોતાના દિકરાને લોન્ચ કરવા માટે 'तेरे नाम' ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કર્યું હતું અને નામ પોતાના દિકરાનું આપ્યું હતું, 
તેવી જ રીતે રાહુલ'દાને ડેબ્યૂ  કરાવવા સચિન'દાએ સિંહ ફાળો આપીને નામ આર.ડી નું આપ્યું... જે Pure Classical touch, અને Soulful Music આપણે ફીલ કરી શકીએ છીએ... 

'અમર પ્રેમ' ના બધા ગીતો 
"રૈના બીતી જાએ" 
"કુછ તો લોગ કહેંગે" 
"ચિંગારી કોઈ ભડકે" 
"બડા નટખટ હે" 
"યે ક્યા હુવા, કૈસે હુઆ" ખૂબજ લોકપ્રિય થયા હતા... 

           'અમર પ્રેમ' માં નંદુની અહેમ ભૂમિકા બાલ કલાકાર બોબીએ નિભાવી હતી. જ્યારે અસલમાં બોબી એક છોકરી હતી અને તેનું અસલી નામ 'બેબી માસુમ' હતું... બોબીએ -એક ફૂલ દો માલી -આપ આયે બહાર આયી -મસ્તાના અને આસું ઔર મુસ્કાન જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. 'અમર પ્રેમ' ના અન્ય મુખ્ય કલાકારો -સુજીત કુમાર, બિંદુ, ફરીદા જલાલ, અસિત સેન, મદન પૂરી, લીલા મિશ્રા, ઓમ પ્રકાશ અને તરુણ બોસ હતા... 






 








©®Dr.Vaibhavi Trivedi 

Image courtesy : Google 



👉Notice📖

The translator is configured on the web version for your convenience, so that you can translate and read your favorite articles in your native language..... 









33 કોટી દેવતા

        33 કોટી દેવ, 24 વિષ્ણુ રૂપ, 12 સરસ્વતી સરુપ, 8 લક્ષ્મી, 12 ગૌરી, 36 તુષિત, 7 મારુત્ગણ, 9 ગ્રહો, 10 દિશા દિગ્પાલ, સ્થાનિક...







google-site-verification: googlecde71fb50528fa15.html